Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Cyber ​​fraud worth Rs 2500 crores busted by cyber crime team, three arrested including Yes Bank manager

VIDEO: રાજકોટના 2500 કરોડનું સાયબર ફ્રોડ મામલો, પોલીસે યસ બેન્કના મેનેજર સહિત ત્રણની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં તપાસ કરતી રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસે યસ બેન્કના ત્રણ અધિકારીઓ મૌલિક રામજી કમાણી(રહે. પાતા મેઘપર, તા. કાલાવડ), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા(રહે. કાલાવડ શીતળા, જામનગર) અને અનુરાગ ચંદુભાઈ બાલધા(રહે. જામકંડોરણા)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે.

App Store

યસ બેન્ક કૌભાંડ: એક વર્તમાન અને બે ભૂતપૂર્વ કર્મચારીની ધરપકડ

આ ત્રણેય આરોપીઓમાં એકમાત્ર મૌલિક જ હાલ યસ બેન્કમાં નોકરી કરે છે. બાકીના બંને આરોપીઓ બીજી બેન્કમાં નોકરી કરે છે. દેશવ્યાપી આ સાયબર ફ્રોડ અંગે પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ આર. જે. ગોધમને સોંપવામાં આવી હતી.

ટ્રાન્ઝેક્શનનો આંકડો 1500 કરોડથી વધીને 2500 કરોડે પહોંચ્યો

શરૂઆતમાં જુદા-જુદા એપીએમસી એકાઉન્ટમાંથી 1500 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જેમાંથી 23 કરોડ જેવી રકમ સાયબર ફ્રોડની હતી. બાકીની રકમ ગેમિંગ અને જીએસટીના ટ્રાન્ઝેક્શનને લગતી હતી. તપાસ દરમિયાન હવે 1500 કરોડનો આંક સીધો 2500 કરોડ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં 2500 કરોડના ટ્રાન્ઝેક્શન કુલ 85 બેન્ક ખાતાઓમાં થયા હતા. આ 85 બેન્ક ખાતાઓમાં 74 કરોડ કરતા વધુ સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી. જે આંક હજૂ વધવાની શક્યતા છે. 74 કરોડના સાયબર ફ્રોડ અંગે દેશભરમાંથી કુલ 535 અરજીઓ થયેલી છે.

અધિકારીઓની ધરપકડ બાદ કોર્ટે મંજૂર કર્યા 2 દિવસના રિમાન્ડ

અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમ પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી હતી. તે સાથે જ પડધરીના મોવિયામાં આવેલી યસ બેન્કની શાખાના કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન જે તે વખતે બેન્કની આ શાખામાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં મૌલિક, મેનેજર તરીકે નોકરી કરતાં કલ્પેશ અને પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતાં અનુરાગની સંડોવણી ખુલતાં આ ત્રણેયની ગઈકાલે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.