રાજકોટ : ઉપલેટામાં દલાલને આંતરીને 12 લાખની લૂંટ, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં હત્યા, ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે લૂંટનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઉપલેટામાં ધોળાદિવસે એક પ્રૌઢ દલાલને ત્રણ યુવાનોએ આંતરીને 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને રફૂચક્કર થઈ ગયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભોગ બનનાર પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા છૂટક દલાલીનો ધંધો કરે છે. ત્યારે આજે ભોગ બનનાર ઉપલેટા શહેરના બંબાગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા 12 લાખનો હિસાબ લઈ કોલકી ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન નંબર વગરની ટુવ્હિલર પર આવેલા યુવકોએ રસ્તામાં જ દલાલને આંતરી લીધા હતા. ધક્કો મારી નીચે પાડી દીધા હતા. અને 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા જ ઉપલેટા પીઆઈ ગોહિલ સહિત ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

