VIDEO : રાજકોટને મળ્યો 74 કરોડનો ટ્રાફિક રાહત પુલ, શનિવારે થશે લોકાર્પણ
સોર્સ : GSTV
રાજકોટવાસીઓની લાંબી રાહનો અંત આવ્યો છે. જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ ઓવરબ્રિજનું લોકાર્પણ શનિવારે સવારે 10 વાગ્યે પ્રદેશના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. 74 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આ પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પુલના ઉપયોગથી જામનગર રોડ તરફથી અવરજવર કરતા હજારો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થઈ શકશે, જેથી શહેરના વૈકલ્પિક માર્ગો પરનું ટ્રાફિક ભારણ ઘટશે.

