Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : rajkot Drunk driver of a car kills a bike rider gujarati news

રાજકોટ: નશામાં ધૂત કાર ચાલકે બાઈક સવારનો લીધો ભોગ, ટક્કરથી બાઈક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
રાજકોટ: નશામાં ધૂત કાર ચાલકે બાઈક સવારનો લીધો ભોગ, ટક્કરથી બાઈક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું
  • દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો
  • કારે બાઇકને અંદાજીત 200 મીટર ઢસડી
  • કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામના વેપારીનું મોત
  • અકસ્માતમાં કારમાં સવાર બન્ને શખ્સો દારૂના નશામાં ધૂત હતા
  • પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો
App Store

રાજ્યના રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચાલકે નિર્દોષ બાઈક સવાર શખ્સનો ભોગ લીધો હતો. રામાપીર ચોક ઓવરબ્રિજ પાસે કારચાલકે બાઈક સવારને એવી ટક્કર મારી હતી કે બાઈક અડધો કિમી સુધી ફંગોળાયું હતું, કિરિટ રસિભાઈ પોંદા નામાન વ્યક્તિનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

 

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર શખ્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર શખ્સનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ટક્કર પછી કાર બ્રિજ પરથી ઉતરી ગઈ અને ડિવાઈડર સાથે ટક્કર થઈ હતી, ટક્કર એટલી ગંભીર હતી કે વીજપોલ પણ ઉખડી ગયો હતો. અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા.

પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા

અકસ્માતની ઘટનાની જાણ થતા જ DCP સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા હતા, પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો. તો બીજી તરફ કારનો પણ ખુરદો બોલાઈ ગયો હતો.