રાજકોટ: ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મૃતકે હાલમાં જ આપી હતી બોર્ડની પરીક્ષા

- મૃતક સૂરજ જોશીએ હાલમાં જ ધોરણ 12ની આપી હતી પરીક્ષા,
- પેપર નબળા ગયા કે અન્ય કોઈ કારણ ?
- પરિવારમાં શોક છવાયો, મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ હાલમાં જ પૂર્ણ થઈ છે. આ વચ્ચે રાજકોટમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં ધોરણ-૧૨ના કોમર્સના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. રાજકોટના પુજારા પ્લોટમાં આવેલા પ્રેશિયસ એપાર્ટમેન્ટ રહેતા વિદ્યાર્થીએ રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
મૃતક સૂરજ જોશીએ હાલમાં જ ધોરણ 12ની આપી હતી પરીક્ષા
મૃતક વિદ્યાર્થીની ઓળખ સૂરજ જોશી તરીકે થઈ છે. તો બીજી તરફ એ પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે પેપર નબળ ગયા હતા કે કોઈ બીજું કારણ છે? મૃતકના મૃતદેહને પોલીસે પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
વિદ્યાર્થીએ અકાળે જીવન ટૂંકાવતા પરીવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે મૃતકે હાલમાંજ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.તો આ વિદ્યાર્થીએ કેમ આપઘાત કર્યો તેનુ કારણ હજુ સામે નથી આવ્યું. બીજી તરફ પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી છે.

