VIDEO: રાજકોટમાં વરસાદ: પાણી ભરાતા પોપટપરા નાળું બંધ, મનપા કમિશનર દોડી આવ્યા
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધીમીધારના વરસાદે સવારથી જોર પકડ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે પોપટપરાનું નાળું વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસ અને મનપાનો સ્ટાફ ખડે પગે રહીને વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતા જોઈ મનપા કમિશનર તુષાર સુમેરા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

