VIDEO : સાયલામાં ટેક્નિકલ ખામીના કારણે પોલીસની વાન પલટી, બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV
સાયલા-ચોટીલા હાઈવે પર આવેલા શાપર ઓવરબ્રિજ પાસે પોલીસની ગાડી અકસ્માતગ્રસ્ત થઈ હતી. સાયલા પોલીસની વાન પલટી મારતા ઘટના બની હતી, જેમાં PSI દિલીપ સાંખટ અને કોન્સ્ટેબલ ફારુક સીદતરા સહિત બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પોલીસ વાનનો ગુટકો તૂટી જવાથી વાહનનો સંતુલન ગુમાતા અકસ્માત સર્જાયો હતો. વાનમાં સવાર અન્ય બે થી ત્રણ પોલીસકર્મીઓનો પણ આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો, પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

