VIDEO: રાજકોટમાં વેપન કાર્ટેલ પર પોલીસનો પ્રહાર યથાવત, વધુ ત્રણની ધરપકડ
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોની સિન્ડિકેટ સામે PCBની કાર્યવાહી સતત યથાવત છે. વેપન કાર્ટેલ ગેંગ વિરુદ્ધ વધુ એક સફળ ઓપરેશનમાં પોલીસે ત્રણ શખ્સોની ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ધ્રુવ ઉર્ફે કનૈયો ગોસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ત્રણ ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી PCB કુલ 24 હથિયારો જપ્ત કરી ચૂકી છે, જ્યારે ઝડપાયેલા આરોપીઓની સંખ્યા હવે 11 પર પહોંચી છે. સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે.

