Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : People's enthusiasm for buying vehicles on the eve of Dussehra

Rajkot News: દશેરાના પર્વે વાહન ખરીદીનો લોકોનો ઉત્સાહ, શો રૂમોમાં લાઈનો લાગી

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દશેરાના પાવન પર્વ પર રાજકોટમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. દશેરાના શુભ દિવસે લોકો કાર અને બાઇક ખરીદવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે શહેરના કાર શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી. દશેરાનો દિવસ સારા મુહૂર્તનો માનવામાં આવે છે, અને લોકો આ દિવસે નવા વાહનોની ખરીદી કરીને તેની શરૂઆત કરવાનું પસંદ કરે છે.રાજકોટના મોટાભાગના શોરૂમમાં સવારથી જ ગ્રાહકોની લાઇનો લાગી હતી. ખાસ કરીને, નવી કારો અને ટુ-વ્હીલરની ડિલિવરી માટે શોરૂમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.  

App Store

જણાવી દઈએ કે દશેરાના દિવસે જ રાજકોટમાં 400થી 500 કાર વેચાશે. લોકો અગાઉથી જ દશેરાના દિવસનું બુકિંગ કાર માટે કરાવે છે. આ વખતે મોદી સરકારે GST માં ઘટાડો કરતાં કારની કિંમતમાં 60થી 70 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. તેનો ફાયદો પણ લોકો ઉઠાવી રહ્યા છે. મધ્યમવર્ગીય લોકો માટે પોતાના ઘરમાં એક નવું મેમ્બર લાવી રહ્યાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.