Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Parshottam Rupala apologized in the Kshatriya Samaj meeting in Gondal

ગોંડલ : ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી, 'મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે'

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
ગોંડલ : ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી, 'મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે'

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ચોતરફ વિવાદનો સૂર ઉઠ્યો હતો. ત્યારે આજે ગોંડલ શેમળા ગામમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી આવી હતી. જેમાં પરશોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. રૂપાલાએ માફી માંગ્યા બાદ ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે. હવે આ વિવાદનો અંત આવી ગયો છે. હવે રાજપૂત સમાજમાં કોઇ રોષ નથી. આ વિવાદ સમાપ્ત થયો છે.

App Store

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં મળેલી બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી  હતી. ભૂતકાળમાં અનેક લોકોને માફ કરવામાં આવ્યા છે. મારા નિવેદન બાદ મે માફી પણ માંગી હતી. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો હતો. પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે. 

પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો

રાજકોટમાં સ્થિત પરશોત્તમ રૂપાલાના ઘરે અને તેમના ભાજપ કાર્યાલય પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ખાનગી બાઉન્સર અને સુરક્ષાકર્મીઓ પણ ગોઠવવામાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં એક PSI સાથે ત્રણ પોલીસકર્મી સહિત ચાર પોલીસ જવાનને સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે.

શું હતો સમગ્ર વિવાદ?

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.

પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?

રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.’

કોઈની લાગણી દુભાતી હોય તો દિલથી માફી માંગું છું: પરશોત્તમ રૂપાલા

વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.’