રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની એક જ વાત, “સમાધાન સ્વીકાર્ય જ નથી, ભાજપ ટિકિટ રદ્દ કરે”

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો છે. આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળી રહ્યું છે. એ પહેલા આ મુદ્દે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું છે કે રૂપાલા જાહેરમાં માફી માંગે તો પણ સમાધાન મંજૂર નથી. આ ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓના સમ્માન સાથે જોડાયેલો મુદ્દો છે. ભાજપ તેમની ટિકિટ રદ્દ કરે એ જ માંગ છે. જુઓ પદ્મિનીબા વાળાએ શું કહ્યું -

