Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Now the fake labour officers came to the market, the coup was caught from Jetpur

VIDEO: હવે નકલી શ્રમ અધિકારી માર્કેટમાં આવ્યાં, જેતપુરમાંથી તોજબાજ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જેતપુરમાં નકલી સરકારી અધિકારી બનીને કારખાનેદારને ધાકધમકી આપી રૂપિયા પડાવનાર એક ભેજાબાજ શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ઉદ્યોગનગર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. ફરિયાદીના કારખાનામાં અગાઉ બાળ મજૂરો પકડાવાના ગુનાનો ફાયદો ઉઠાવીને આરોપીએ ગાંધીનગર સચિવાલયના શ્રમ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી. તેણે આકરી કલમો લગાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપી ક્લોઝર નોટિસનો રિપોર્ટ બનાવવા માટે ચાલીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. ડરી ગયેલા કારખાનેદારે દસ હજાર રૂપિયા આપી દીધા હતા, પરંતુ શંકા જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી રાજેશ ત્રિવેદી ટીવી પર ક્રાઈમ સીરિયલો જોઈને અને જસ્ટ ડાયલ પરથી નંબરો મેળવીને નકલી અધિકારી બની તોડ કરતો હતો. તેના અગાઉ પણ નકલી પોલીસ કે મામલતદાર બનીને છેતરપિંડી આચરવાના નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

App Store