Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Nabira, who crushed a young man in Rajkot, detained

Video: રાજકોટમાં યુવાનને કચડનાર નબીરાની અટકાયત, પોલીસ આરોપીનું મોઢું છુપાવી આબરૂ બચાવતી હોવાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં BMW કાર બેફામ હંકારી આશાસ્પદ યુવાનનું મોત નિપજાવનાર નબીરા કારચાલકને પોલીસ પકડી પાડ્યો છે. જો કે પોલીસે અટકાયત કરાયેલા આરોપીને મીડીયા સમક્ષ મોઢે રૂમાલ બાંધી દેખાડતા પોલીસને કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. 

App Store

કારની સ્પીડ જાણવા FSL ની મદદ લેવાશે 

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં BMW કાર ચાલક આત્મન પટેલે પોતાની કાર બેફામ હંકારી 20 વર્ષીય એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાનનું મોત નિપજાવ્યું હતું. અકસ્માત બાદ પોલીસે કાર ચાલક નબીરાને પકડ્યો છે. BMW કાર આતમનના પિતા અક્ષયભાઈના નામથી આરટીઓમાં રજીસ્ટ્રેશન છે. કારની સ્પીડ જાણવા એફએસએલની મદદ લેવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ તો કાર ઓવરસ્પીડમાં હોવાનું દેખાઈ રહ્યું છે. 

આરોપીનું મોઢું દેખાડવામાં પોલીસને શું વાંધો છે?

રાજકોટ શહેર પોલીસે આરોપી આત્મન પટેલને મોઢે રૂમાલ બાંધી મીડિયા સમક્ષ દેખાડ્યો હતો, તો શું ઉદ્યોગપતિના પુત્રની આબરૂ બચાવવા માટે રાજકોટ પોલીસ આરોપીનું મોઢું છુપાવી રહી છે. તથ્ય પટેલ જેવા નબીરાઓને પોલીસ ખુલ્લા મોઢે દેખાડ્યા છે, તો આત્મન પટેલનું મોઢું દેખાડવામાં પોલીસને શું વાંધો છે? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આરોપી છેલ્લા બે દિવસથી કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે કાર ચલાવતો જોવા મળતો હતો તેવી સ્થાનિકોમાં ચર્ચા છે, તો પોલીસ તે વખતે શા માટે કાર્યવાહી કરી નહોતી?