Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : More than 31 mineral water units selling impure water sealed

Rajkot news: અશુદ્ધ પાણી વેચતા 31થી વધુ મિનરલ વોટરના એકમો સીલ, ઉનાળા પહેલા મનપાની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: અશુદ્ધ પાણી વેચતા 31થી વધુ મિનરલ વોટરના એકમો સીલ, ઉનાળા પહેલા મનપાની કાર્યવાહી
સોર્સ : AI

રાજકોટમાં ઉનાળાની ગરમી વધે તે પહેલા જ મનપાના આરોગ્ય વિભાગે શુદ્ધ પાણીના નામે અશુદ્ધિ પીરસતા વિક્રેતાઓ પર કાર્યવાહી કરી છે. શહેરના અલગ-અલગ ઝોનમાં તપાસ દરમિયાન પાણીના નમૂના ફેલ થતા કુલ ૩૧ થી વધુ મિનરલ વોટરના એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનાઓ આરોગ્ય માટે જોખમી જણાતા આ કડક નિર્ણય લેવાયો છે. 

App Store

કયા એકમો સામે કરાઈ કાર્યવાહી

વેસ્ટ ઝોન: જીંજલ સેલ્સ (શાસ્ત્રીનગર), દ્વારકેશ ડ્રિંકિંગ વોટર (રૈયાધાર), વિરાજ ડ્રિંકિંગ વોટર, ક્રિશ ડ્રિંકિંગ વોટર (શિતલપાર્ક), દેવરાજ ડ્રિંકિંગ વોટર, ઓમ ચિલ્ડ વોટર (એનિમલ હોસ્ટેલ પાસે), આદિત્ય મિનરલ વોટર, ઝરણાં વોટર સપ્લાયર્સ (શ્યામનગર), રામ આર.ઓ. વોટર, બંસી આર.ઓ. વોટર (રૈયાગામ), શિવ ડ્રિંકિંગ વોટર અને કિસ્મત ડ્રિંકિંગ વોટર સહિતના એકમો.

સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન: લીઓ ફ્રેશ વોટર (ગીતાનગર), જીવનદિપ એન્ટરપ્રાઈઝ, આશાપુરા વોટર (લક્ષ્મીવાડી), સૈફા ડ્રિંકિંગ વોટર (પોપટપરા), જય દ્વારકાધિશ વોટર (કેવડાવાડી), જય ચામુંડા મિનરલ વોટર (સોલવન્ટ), ભગવતી વોટર સપ્લાયર (ગુલાબનગર), ઉમેશ મિનરલ વોટર અને ક્રિષ્ના આઈસ ફેક્ટરી (ખોખડદડ નદી પાસે) જેવા એકમોનો સમાવેશ થાય છે. ઉપરાંત સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ અને પરમધામ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા અનેક વોટર પ્લાન્ટ્સ પણ નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે.