VIDEO: લાંબા વિરામ બાદ ગોંડલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારથી ધીમીધાર બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ સારા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળ્યું છે. ગોંડલ પંથકમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને વરસાદથી ફાયદો થશે. સારા વરસાદના પગલે નાના-મોટા ડેમોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે.

