VIDEO: સોફાના કારખાનામાં ભીષણ આગ, એક વ્યક્તિનું મોત
સોર્સ : gstv
રાજકોટના હુડકો ચોકડી નજીક આવેલા રામ પાર્ક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સોફાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઊઠી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. આગ દરમિયાન ચેતન ગોવિંદભાઈ સેલડીયા ગુંગળામણ થી બેભાન થઈ જતા તેને ગંભીર હાલતમાં ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો.

