Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Khodaldham spokesperson's statement on the Rajkot Garba riot issue

VIDEO: રાજકોટ જેવી ઘટના ગરબામાં ન બને તેવી કાર્યવાહી કરો, ખોડલધામ પ્રવક્તાનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં ખોડલધામ આયોજિત ગરબામાં માથાકૂટને લઈને પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટના બાબતે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પ્રતિકર્યા આપતા કહ્યું કે, ગરબામાં આવેલા શખ્સે ખોડલધામ ગરબાના સ્વયંસેવકો પર હુમ્લો કર્યો હતો. આ હુમલામાં પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયા પણ ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોર શખ્સ વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેઠો હતો. એ સમયે અન્ય મહેમાનો આવતા સ્વયંસેવકોએ તેને પાછળના સોફા પર બેસવાનું કહ્યું હતું. આટલી સામાન્ય બાબતે તે શખ્સે છરી વડે સ્વયંસેવકો પર હુલમો કર્યો હતો. 

App Store

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ  કહ્યું કે, ગઈકાલે અમારા ખોડલધામના નોર્થ ઝોન ગરબા આયોજનમાં VIP સીટિંગ પર મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી બેઠો હતો. અમારા મહેમાન આવતા હોવાથી તેને પ્રથમ લાઇનમાંથી ઉભા થઇ પાછળ બેસવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી, જેમાં આયોજકો સાથે બોલાચાલી કરી છરી જેવું ધારદાર હથિયાર ઉગમતા અમારા ત્રણ કાર્યકર્તાને ઇજા પહોંચી છે. આવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ, જેથી બીજા કોઈ આવી હિંમત ન કરે.

જણાવી દઈએ કે, ગત મોડી રાત્રે ગરબામાં બનેલી આ ઘટના બાદ ખોડલધામ ગરબા આયોજકોએ આવા શખ્સ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત આ પ્રકારના આયોજનમાં પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગની વધુ માંગણી કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે. જણાવી દઈએ કે ગરબામાં હુમલો કરનાર આરોપી મહેકગિરી જગદીશગિરી ગોસ્વામીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

જણાવી દઈએ કે, રાજકોટ ખોલડધામ આયોજિત ગરબામાં થયેલી ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સ્વયંસેવકોમાં ખોડલધામના નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પરસાણાના કૌટુંબિક ભત્રીજો મૌલિક પરસાણા કે જે બિલ્ડર છે. આ સિવાય પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનો પૌત્ર હરેશને પણ ઈજા થઈ છે. તેણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેને પગલે અનિરુદ્ધસિંહને ફરી એકવાર જેલ જવાનો વારો આવ્યો છે. અન્ય એક ઈજાગ્રસ્ત સ્વયંસેવક અશોક ફળદુ બોરવેલનો બિઝનેસ ધરાવે છે.