રાજકોટ: ઉપલેટામાં ગોડાઉન પરથી નીચે પટકાતા કારખાનેદારનું મોત, આત્મહત્યા કે હત્યાની દિશામાં પોલીસની તપાસ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી ઘટના સામે આવી છે. મળતા અહેવાલે આ દુર્ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે .ઉપલેટાના મેખાટીંબી ગામના પાટીયા પાસે આવેલી કુંજબિહારી ઈન્ડસ્ટ્રીઝના કારખાનેદાર યુવકનું મોત નિપજ્યું છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ગોડાઉનના પતરા પરથી નીચે યુવાન પટકાયો હતો.
નીચે પટકાતા યુવકને માથામાં હેમરેજ થયું
નીચે પટકાતા યુવકને માથામાં હેમરેજ થયું હતું, તો બીજી તરફ કાન અને નાકમાંથી લોહી વહી જવાના કારણે થયું ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું. ઉપલેટા પોલીસે ઘટનાસ્થળે પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

