Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Horrific accident between two cars on Rajkot-Gondal highway, one car fell under the bridge

રાજકોટ- ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, એક કાર પુલ નીચે ખાબકી

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
રાજકોટ- ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત,  એક કાર પુલ નીચે ખાબકી
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક હાઈવે પર વધુ એક હૃદયધબકારા રોકી દેતી દુર્ઘટના સામે આવી છે. ઘોઘાવદર રોડ પર બે કાર વચ્ચે સર્જાયેલા પ્રચંડ અકસ્માતમાં એક કાર નિયંત્રણ ગુમાવીને સીધી પુલ નીચે ખાબકી હતી. 

App Store

પ્રચંડ ટક્કર બાદ કાર પુલ નીચે ખાબકી

ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલી ધારેશ્વર ચોકડી નજીક એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સામસામે આવી રહેલી બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસનો વિસ્તાર ધડાકાથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ એક કારના ચાલકે વાહન પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે તે કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલ નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે અને તેમાં સવાર કુલ ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ, ઈજાગ્રસ્તોની યાદી

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનીક લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે પુલ નીચે દોડી ગયા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની વિગત નીચે મુજબ છે:

યાજ્ઞિક ભંડેરી (ઉંમર 27, રહે. ઘોઘાવદર): તેઓ ગોંડલથી પોતાના ગામ ઘોઘાવદર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. હાલ તેમને ગોંડલની વાડોદરીયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ભૌતિક વોરા (ઉંમર 29, રહે. ઉમરાળી, જેતપુર): તેઓ મોટા દડવાથી ગોંડલ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ગોંડલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

ભાવેશ ખૂંટ (ઉંમર 35, રહે. ઉમરાળી, જેતપુર): ભૌતિકભાઈના મિત્ર ભાવેશભાઈ પણ તેમની સાથે જ મુસાફરી કરી રહ્યા હતા. તેમને ગોંડલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માત અંગેની માહિતી મળતા જ ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને અકસ્માત કયા કારણોસર અને કોની બેદરકારીથી સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.