Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : High Court quashes demolition notices in Jangleshwar

Rajkot news: જંગલેશ્વરમાં ડિમોલિશનની નોટિસોને રદ કરતી હાઇકોર્ટ, કહ્યું- ટ્રિબ્યુનલ ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: જંગલેશ્વરમાં ડિમોલિશનની નોટિસોને રદ કરતી હાઇકોર્ટ, કહ્યું- ટ્રિબ્યુનલ ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે
સોર્સ : GSTV

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનની નોટિસો હાઇકોર્ટે રદ કરતા 1600 જેટલા પરિવારોને આંશિક રાહત મળી છે. સ્થાનિકોને 27 જાન્યુઆરીએ નોટિસ આપવામાં આવી હતી. તે અગાઉ અરજદારો GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુઅલ)માં અપીલમાં ગયા હતા, જે બાદ કોર્ટે કહ્યું હતું કે GRT ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે. GRTને અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા આદેશ આપ્યો છે. આમ આગામી 3 મહિના સુધી જંગલેશ્વરમાં ડિમોલેશન નહિ થાય.

App Store

GRTને ત્રણ મહિનામાં કેસ ચલાવવા આદેશ

આ સાથે કોર્ટે અરજદારોને 15 દિવસમાં GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ)માં અપીલ કરી દેવા નિર્દેશ કર્યો છે, સામે GRTને પણ ત્રણ મહિનામાં કેસ ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. હવે 1600 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી શકે છે. જણાવી દઈએ કે આ વિસ્તારમાં અત્યંત ગરીબ અને મજૂરવર્ગના લોકો વસવાટ કરે છે. વર્ષ 2011થી કાર્યરત આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને કારણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અંદાજિત 400 કરોડની જમીન પર દબાણ

રાજકોટ જિલ્લા કલેક્ટરે અંદાજિત રૂ. 400 કરોડની 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરી દેવા નોટિસ મોકલી હતી. જેમાં જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના પરિવારો પર ડિમોલિશન કાર્યવાહીનો ખતરો મંડરાયો હતો. અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. 

હિયરિંગમાં રજૂઆતો સાંભળવામાં આવી હતી

જંગલેશ્વર સહિતના વિસ્તારમાં મકાનધારકોને એ મિલકત તેમની હોવાના આધાર-પૂરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી, હિયરિંગમાં રજૂઆતો સાંભળવામાં આવી હતી અને  વેરાબિલ, લાઈટબિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા લેવામાં આવ્યા હતા. મોટાભાગના પરિવારોએ મનપાના વેરા બિલ અને પીજીવીસીએલના લાઈટ બિલ રજૂ કર્યા હતા. અમુક લોકોએ બીજા કોઈ પાસેથી મકાન ખરીદ કર્યું હોય, તેના સ્ટેમ્પ પેપર પરના લખાણ રજૂ કર્યા હતા. જે બાદ કલેકટર તરફથી સરકારી જમીન પર ગેરકાયદે રહેતા હોવાની નોટિસ ફટકારી ડિમોલિશન એક્શન લેવાની તજવીજ હાથ ધરાઇ હતી.

વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં?

જંગલેશ્વરના અસરગ્રસ્ત પરિવારોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે પણ તેમણે વ્યથા ઠાલવતાં કહ્યું છે કે, 'અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. બાળકોને કાગળિયા વીણીને મોટા કર્યા છે. 30 વર્ષથી નિયમિત વેરો પણ ભરીએ છીએ, તેમ છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, ડિમોલિશન બાદ તેઓ ક્યાં જશે? રહેવા માટે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું નથી, જંગલેશ્વરનું નામ આપીએ તો શહેરમાં કોઈ મકાન પણ ભાડે આપતું નથી, તેવા હાલની તકનો લાભ લઈ જે ભાડું સામાન્ય દિવસોમાં 5 હજાર આસપાસ હોય છે તે હવે 15 હજાર સુધી કરી દીધું છે. આવું મસમોટું ભાડું ભરવું એ મજૂરવર્ગના લોકો માટે ગજા બહાર છે.'

સ્થાનિકોએ કર્યો હતો ઉગ્ર વિરોધ

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતની સોસાયટીઓના રહેવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન એક મહિલા, જેમનો એક પગ નથી, તે વ્હોકર સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી અને રડતા અવાજે કહ્યું હતું કે આમાં અમારે ક્યાં જવું? મેગા ડીમોલેશનમાં આહીર, કોળી, ભરવાડ અને મુસ્લિમ સમાજના મકાનો કપાતમાં જઈ રહ્યા હોવાના કારણે લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.