રાજકોટના શખ્સને હાઇકોર્ટે આ કેસમાં 25 વર્ષ બાદ ફટકારી આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો

ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં પત્નીની હત્યાના કેસમાં નીચલી અદાલતે નિર્દોષ છોડેલા શખ્સને જેલમાં પરત મોકલવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે 27 વર્ષ જૂના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપવાનું યોગ્ય નથી માન્યું.
હાઈકોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. આવી સ્થિતિમાં 25 વર્ષ પહેલા પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા પતિને ફરીથી જેલમાં જવું પડશે.
હાઈકોર્ટના નિર્ણય બાદ રાજકોટનો આ હત્યા કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પતિને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં રહેતા જીવરાજ કોળી (73)એ માર્ચ 1997માં તેની પત્નીની હત્યા કરી નાખી હતી. જીવરાજે તેની પત્ની સવિતાબેન પર છરી વડે અનેકવાર હુમલો કર્યો હતો. તેની પત્ની પૈસાની માંગણી કરતી હોવાથી તે ગુસ્સે થયો હતો.
આ હત્યા કેસમાં બે વર્ષ પછી જીવરાજ કોળીને ટ્રાયલ કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યો હતો. જો કે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં કેસની સુનાવણી કરતા, જસ્ટિસ એએસ સુપહિયા અને જસ્ટિસ વીકે વ્યાસની ખંડપીઠે કોલીને શંકાનો ટ્રાયલ કોર્ટના આદેશને રદ્દ કર્યો અને હત્યારા પતિને 25 વર્ષ બાદ આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ હાઇકોર્ટે આરોપીને 6 અઠવાડિયામાં કોર્ટ સમક્ષ સરેંડર કરવાનો પણ આદેશ આપ્યો છે.

