રાજકોટમાં ભાજપ નેતાના ભાઈનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા GPCBનો આદેશ

રાજકોટમાં ભાજપ નેતાના ભાઈનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા GPCBનો આદેશથી ચકચાર મચી ગયો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા આદેશ આપ્યો છે.
જય ખોડિયાર ટેકનો. પ્રા. લિમિટેડ કંપનીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ આદેશ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આદેશ કર્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરના સગા ભાઈ જગદીશ બોદરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા નોટીસ પાઠવી હતી. કાળીપાટ ગામ ખાતે આવેલ જગદીશ બોદરના પાણીના શુદ્ધિકરણનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આગામી 30 દિવસ સુધી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા કહેવાયું છે. ખરાબ પાણીના શુદ્ધિકરણના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગરબડ ચાલી રહી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. ઓટોમોબાઇલ પાર્ટ્સ, ગોલ્ડ પ્લેટીંગ પાર્ટ્સ, સિલ્વર પાર્ટ્સના વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગરબડ ચાલી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ પ્લાન્ટમાં શાપર વેરાવળ, મેટોડા ઇન્ડસ્ટ્રીઝના 200 જેટલા યુનિટોના વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી. પાણીમાં નિયમ મુજબ TDS પણ સેટ કર્યા વિના જ પાણી વહેંચવામાં આવતા સખ્ત કાર્યવાહી કરાઈ છે.
અગાઉ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટીસ આપી હતી જેનું ઉલ્લંઘન કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. રૂપિયા 10 લાખ ડિપોઝીટ જમા કરાવી યોગ્ય નિયમોનું પાલન કરવું હોય તો જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા નોટીસ ફટકારાઈ છે. જો આગામી 30 દિવસમાં યોગ્ય જવાબ કે કાર્યવાહી નહીં થાય તો PGVCL દ્વારા વીજળીનું કનેક્શન પણ રદ કરાશે.
જય ખોડિયાર પ્રાઈવેટ લી. કંપની દ્વારા ખરાબ પાણીને શુદ્ધ કરી ઇન્ડસ્ટ્રીઝમાં વહેંચવાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યો હતો. જે પાણી શુદ્ધ કર્યા વિના જ વહેંચવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

