અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા

રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. અમિત ખૂંટે કરેલી આત્મહત્યાની પાછળના કારણોને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા પરંતુ આ મામલામાં તેની પાસેથી મળી આવેલી સુસાઈડ નોટને આધારે પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
જણવી દઈએ કે, પોલીસ ફરિયાદની કાર્યવાહી બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ જામીન મેળવવા ગોંડલ કોર્ટમાં ધા નાંખી હતી. પરંતુ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ઝટકો આપ્યો છે. ગોંડલ કોર્ટે કેસના અવલોકન બાદ તેના જામીન નામંજૂર કરી દીધા. કોર્ટના આ નિર્ણય બાદ ગોંડલ શહેર સહિત રાજકોટ જિલ્લામાં વધુ ચર્ચામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો,પોલીસ કાર્યવાહી અને સુસાઇડ નોટની અસર આ બધી જ બાબતો કેસને વધુ ગંભીર દિશામાં લઈ જઈ રહી હતી. આગામી સમયમાં અનિરુદ્ધ સિંહ જાડેજા જામીન માટે હાઈકોર્ટના દ્વારા ખખડાવશે.

