Rajkot news: ગિરિરાજ હોસ્પિટલમાં પોલંપોલ, ઓપેરેશન ન કર્યું હોવા છતાં PMJAY યોજનામાંથી પૈસા કપાઈ ગયા!

સોર્સ : GSTV
રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કર્યા વિના જ PMJAY યોજનામાંથી પૈસા મંજુર કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઓપરેશન થયું ન હોવાના અને પૈસા કપાયાના પુરાવા દર્દીના પરિવારજનોએ રજૂ કર્યા છે. અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે.
પૈસા કપાયા હોવાના પુરાવા દર્દીના પરિવારજનોએ રજૂ કર્યા
રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પથરીનું ઓપરેશન કર્યા વિના જ PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. રમેશભાઈ દાવડા નામના દર્દીને એટેક આવતા પથરીનું ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું, પણ ઓપરેશન થયું ન હોવા છતાં પણ ૪૧,૨૫૦ રૂપિયા ખાતામાંથી કપાયા ગયા હતા. પૈસા કપાયા હોવાના પુરાવા દર્દીના પરિવારજનોએ રજૂ કર્યા છે. હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જની વિગતો પણ બનાવી નાખી હતી. અગાઉ પણ ગીરીરાજ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે.

