VIDEO: રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ પાંચ વર્ષ ચાર મહિનાના કાર્યકાળનો આપ્યો હિસાબ
સોર્સ : gstv
રાજ્યસભાના પૂર્વ સાંસદ રામમોકરીયાએ પોતાના પાંચ વર્ષ અને ચાર મહિનાના કાર્યકાળ દરમિયાન કરેલા કામોનો હિસાબ રજૂ કર્યો હતો. રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ દરમિયાન સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે અને પોતાના કાર્યથી તેમને સંપૂર્ણ સંતોષ છે. ભૂતકાળમાં પોતાના તરફથી કોઈ ભૂલ થઈ હોય તો તેમણે જાહેરમાં ક્ષમા યાચના પણ માંગી હતી. પોરબંદર, રાજકોટ અને મહાસાગર વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત પોસ્ટ ઓફિસોના વિકાસ અને સૌરાષ્ટ્રના રેલવે પ્રશ્નો તેમજ ટ્રેનો બાબતે સતત રજૂઆતો કરી હોવાનું પણ જણાવ્યું હતું.

