VIDEO: કોરોનાકાળમાં શરૂ કરાયેલી વધારાના ભાડાની વ્યવસ્થા અને ટેલિસ્કોપિક બેનિફિટ બંધ થતા મુસાફરો પર આર્થિક ભારણ
સોર્સ : gstv
કોરોનાકાળ દરમિયાન રેલવે દ્વારા ‘સ્પેશિયલ’ ટ્રેનોના નામે લાગુ કરાયેલું વધારાનું ભાડું આજે પણ અનેક રૂટ પર મુસાફરોના ખિસ્સા પર ભાર બની રહ્યું છે. કોરોના સંકટ પૂર્ણ થયા બાદ ટ્રેનો સામાન્ય થઈ હોવા છતાં કેટલાક રૂટ પર 27 ટકા સુધી વધુ ભાડું વસૂલાતું હોવાનો આક્ષેપ છે. બીજી તરફ લાંબા અંતરની મુસાફરીમાં રાહત આપતી ‘ટેલિસ્કોપિક ડિસ્ટન્સ બેનિફિટ’ સુવિધા પણ કોરોનાકાળથી અસરકારક રીતે દૂર થઈ છે. જેના કારણે મુસાફરોને અલગ-અલગ ટિકિટ લેતાં 33 ટકા સુધીનો વધારાનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. રાજકોટથી હરિદ્વારના ઉદાહરણમાં સીધી 3-એસી ટિકિટ 1640 રૂપિયા છે, જ્યારે રાજકોટ-દિલ્હી અને દિલ્હી-હરિદ્વારની અલગ ટિકિટ માટે 2005 રૂપિયા સુધી ચૂકવવા પડે છે. આ મુદ્દે મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

