VIDEO: ખેડૂતો સાથે છેતરપિંડી કરી કરોડોની જમીન પડાવવાનો પર્દાફાશ
સોર્સ : gstv
રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજકોટ અને અમદાવાદમાંથી ચાલતા બે કોલ સેન્ટર ઝડપી પાડી ખેડૂતો સાથે છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના દાવા મુજબ ખેડૂતોને નજીવી રકમ વ્યાજે આપી તેમની કરોડોની જમીન અન્ય લોકોના નામે કરાવી લેવાતી હતી. કોલ સેન્ટરમાંથી 32 ખેડૂતોના 7/12 અને 8-અ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટના કોલ સેન્ટરમાંથી 14 મહિલાઓ પણ મળી આવી હતી. અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ રેકેટ ચલાવતા હોવાનો પોલીસનો દાવો છે, જ્યારે હિરેન લુણાગરિયાની ધરપકડ કરાઈ છે.

