VIDEO: ગુજરાતમાં ફરીથી ધરા ધ્રુજી, જેતપુર સહિત આસપાસના પંથકમાં એક કલાકમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાતમાં ફરીથી ધરા ધ્રુજી છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, મળતા અહેવાલ પ્રમાણે વહેલી સવારે 6.20 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ 6.56, ત્યાર બાદ 7.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
માત્રે એક કલાકની અંદર કુલ 3 આંચકા અનુભવાયા
માત્ર એક કલાકની અંદર કુલ 3 આંચકા અનુભવાયા હતા. મળતા અહેવાલ પ્રમાણે જેતપુર સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે CCTVમાં પણ કંપનનો વીડિયો કેદ થયો છે.
છેલ્લા 12 કલાકમાં ઉપલેટામાં ભૂકંપના ચાર આંચકા
નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રૂજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે 8:44 વાગ્યે 3.3ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે 6:19 અને 6:58 વાગ્યે 3.8ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં 7:01 વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

