VIDEO: સિનિયર અને જુનિયર તબીબો વચ્ચે વિવાદ થતા રાજકોટની સિવીલ હોસ્પિટમાં દર્દીઓ રામભરોસે
સોર્સ : gstv
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી મારામારીના આક્ષેપ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. અશ્વિન રામાણી વિરુદ્ધ BNSની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા મામલો વધુ ગંભીર બન્યો છે. ઈમરજન્સી વોર્ડમાં દર્દીને રાખવા મુદ્દે વિવાદ થયો હતો, ત્યારબાદ મહિલા તબીબ સાથે ગેરવર્તન અને હાથ ઉપાડ્યાનો આક્ષેપ થયો હતો. મહિલા તબીબ ક્રિષા શિંગાળાએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ઘટનાના વિરોધમાં રેસિડન્ટ અને જુનિયર તબીબોએ ધરણાં કરી ડૉ. અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવાની માંગ કરી હતી. જોકે, ફરિયાદ નોંધાયા બાદ જુનિયર તબીબોએ હડતાળ સમેટી ફરજ સંભાળી છે. શુક્રવારે RMO, ડીન સહિતના અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરશે.

