VIDEO: Rajkot: નશાખોર કારચાલકે 9 વાહનોને અડફેટે લીધા, એક્ટિવા ચાલક માતા-પુત્રી ઈજાગ્રસ્ત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત અકસ્માતની દુર્ઘટનાઓના અહેવાલ સામે આવતા રહેતા હોય છે. તેમાં પણ નશાની હાલતમાં ગાડી ચલાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે અકસ્માતની બે ઘટના રાજ્યના અમદાવાદ અને રાજકોટમાં સર્જાઈ હતી. જો અમદાવાદની વાત કરીએ તો કાર ચાલકે અખબારનગર પાસે બાઈક ચાલકને ટક્કર મારી હતી. તો રાજકોટમાં નશાની હાલતમાં હતો એવું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં પણ નશાની હાલતમાં કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી હતી. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો.

