VIDEO: સડેલા બટેટા મળતા સ્થળ પર જ નાશ, ખાદ્ય સ્ટોલની તપાસ
સોર્સ : gstv
રાજકોટના લોકમેળામાં પ્રથમ દિવસે જ આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે મેળાના વિવિધ ખાદ્ય સ્ટોલ પર તપાસ કરી હતી. જેમાં ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા અને ખીચું સહિતની ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભૂંગળા બટેટામાં સડેલા બટેટા મળી આવતા આરોગ્ય વિભાગે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત સ્ટીમ ઢોકળામાં વપરાતા તેલ, ચટણી અને મસાલાની પણ તપાસ કરવામાં આવી હતી. મેળામાં લોકોને બગડેલો કે વાસી ખોરાક ન મળે તે માટે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગે લોકોને ખાદ્યચીજ લેતા પહેલાં સ્ટોલની સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન ચકાસવાની અપીલ કરી છે.

