VIDEO: ધોરાજીમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાક પર સંકટ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા સહિતના પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતા વધી છે. અનિયમિત વરસાદ અને વધુ પડતી ગરમીને કારણે કપાસ અને મગફળીનો પાક પીળો તથા લાલ પડવા લાગ્યો છે. એક વિઘા દીઠ ખેડૂતોએ 10થી 15 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઓછા વરસાદને કારણે પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કૃષિ નિષ્ણાતોએ સમયસર પિયત અને યોગ્ય દવાનો છંટકાવ કરવા અપીલ કરી છે.

