Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Cricketer Cheteshwar Pujara's brother-in-law commits suicide by hanging himself

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાનો ગળાફાંસો ખાઇ આપઘાત, પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાનો ગળાફાંસો ખાઇ આપઘાત, પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી
સોર્સ : GSTV

ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સારવાર માટે જીતને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.વર્ષ પહેલા જ પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી.

App Store

ચેતેશ્વર પૂજારાના સાળા સામે નોંધાઇ હતી દુષ્કર્મની ફરિયાદ

યુવતીનો દાવો હતો કે, મારી સાથે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે સગાઈ કરાવવામાં આવી હતી. દોઢ વર્ષથી લગ્ન માટે ચેતેશ્વર પૂજારા માટે રાહ જોવાનું કહી રહ્યા હતાં. જીત પાબારી મારા સંપર્કમાં 23 જૂન 2014ના દિવસે આવ્યો હતો. 2021માં અમારા ગોળધાણા થયા હતાં અને 2022માં અમારી સગાઈ થઈ હતી, 2023માં લગ્નની વાત થઈ ગઈ હતી. તેમ છતાં ગત 13 નવેમ્બરે તારીખે તણે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, જીત પાબારીએ મને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો. 

પૂજા પુજારાએ ભાઈ ગુમાવ્યો, પરિવાર આઘાતમાં

આ ઘટનાથી ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પુજારા અને તેમના સમગ્ર પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. પૂજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના વતની છે પરંતુ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા છે. તેમના સસરા રસિકભાઈ પાબારી કોટન જિનિંગ ફેક્ટરીના માલિક છે. આ દુઃખદ ઘટના બાદ માલવિયાનગર પોલીસની ટીમ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તબીબોએ જીતને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.