Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Corruption in Nakarawadi dumping site by RMC!

RMC દ્વારા નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં પોલંપોલ! કામગીરીની આશંકા સામે મેયરનો લૂલો બચાવ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2024
લાઇવ ટીવીGoogle News
RMC દ્વારા નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં પોલંપોલ! કામગીરીની આશંકા સામે મેયરનો લૂલો બચાવ

રાજકોટ મહાનગરપાલિકાના નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલને લઇને કરવામાં આવેલી કામગીરી શંકાના દાયરામાં છે. RMC દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને પણ ઉંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2024માં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર 10 લાખ મેટ્રીક ટન કચરો હોવાની RMCએ કબૂલાત કરી હતી. સપ્ટેમ્બર 2024માં આ કચરાનો નિકાલ થઇ જશે તેવો દાવો કરાયો હતો. 

App Store

આ પણ વાંચોઃ 

RMCએ અત્યાર સુધી 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો. વર્ષ 2019માં 16 લાખ ટન કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કચરાના કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
રાજકોટ-નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયર નયના પેઢડિયાએ કહ્યું છે કે, ત્રણ ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે. હાલમાં બે ફેઝનું કામ પૂર્ણ થઇ ગયું છે.હજુ એક ફેઝનું કામ ચાલી રહ્યું છે. જે એજન્સીએ કામમાં વિલંબ કર્યો છે તે એજન્સીને પેનલ્ટી આપવામાં આવી છે. આંકડાઓ અંગે અધિકારીઓને પુછવામાં આવશે. એજન્સીને બોલાવીને ભુલ હશે તો આ બાબતનો ખુલાસો પુછવામાં આવશે.