VIDEO: રાજકોટ એઈમ્સમાં પદવીદાન સમારોહના ખર્ચથી વિવાદ
સોર્સ : gstv
રાજકોટની એઈમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેર કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલાએ ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. માત્ર 47 વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ માટે 1 કરોડ 32 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ માટે ઓડિટોરિયમના આયોજન પાછળ 35 લાખ રૂપિયાનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં ઓડિટોરિયમને બદલે ડોમ બનાવીને ત્રણ ગણો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કોંગ્રેસ અગ્રણી દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર ટેન્ડર પ્રક્રિયાને લઈને એઈમ્સ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે અશોકસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલના સંચાલકો કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે

