Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : contract killing in Rajkot, travel manager gave contract for murder due to business competition

રાજકોટમાં કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટના! ટ્રાવેલ્સ સંચાલકે ધંધાકીય હરીફાઇમાં આપી હત્યાની સોપારી

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2024
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટના! ટ્રાવેલ્સ સંચાલકે ધંધાકીય હરીફાઇમાં આપી હત્યાની સોપારી

રાજકોટમાં સોપારી કિલિંગનું ષડયંત્ર બહાર આવ્યું છે. ટ્રાવેલ્સ સંચાલકોની ધંધાકીય હરીફાઇમાં હત્યાની સોપારી અપાઈ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

App Store

રાજકોટમાં માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકે પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકની હત્યા કરવા રૂ.50 લાખની સોપારી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના માલવિયા નગર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ છે. ઘણા સમયથી બંને ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે દુશ્મની ચાલી આવે છે. માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ જાડેજાએ જુનાગઢના લાલા મુસ્લિમને રૂ.50 લાખની સોપારી આપ્યાંની ફરિયાદ નોંધવામાં આવી છે. પિતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ જાડેજાને મારી નાખવાની સોપારી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લાલા મુસ્લિમ નામના યુવકે વિજયસિંહ સાથે મુલાકાત કરી "તમને મારી નાખવા નથી પરંતુ સોપારીના રૂપિયા આવી જાય ત્યાં સુધી ભેગુ રહેવું પડશે" તેવું કહી ધમકી આપી હતી. હત્યા કર્યા વગર જ સોપારીના રૂપિયા પડાવવાનો લાલ મુસ્લિમનો પ્લાન હતો. વિજયસિંહ જાડેજાએ હેમખેમ પોતાનો જીવ બચાવી સોપારી કિલર પાસેથી ભાગી છૂટયા હતા.

સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ મથકમાં જુનાગઢના લાલા મુસ્લિમ તેમજ તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો તમામ આરોપી ફરાર છે. સમગ્ર મામલે પોલીસે શોધખોળ હાથ ધરી છે.