VIDEO : ઉપલેટાના બજારમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચી કોંગ્રેસે સરકારની ‘ખેડૂત વિરોધી’ નીતિઓનો કર્યો વિરોધ
સોર્સ : GSTV
રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીના વધતા ખર્ચ મામલે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે. DAP અને NPK ખાતરની થેલીમાં 700 રૂપિયાનો તોતિંગ વધારો તેમજ ડુંગળી-મગફળીના પાકમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારે ટેકાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી છે. આ બહેરી સરકારને જગાડવા માટે કોંગ્રેસે બજારમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતાઓએ ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરી તાત્કાલિક ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી હતી.

