Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Congress leader Paresh Dhanani wrote another satirical poem on BJP

રુપાણીને રમતા મુક્યા, મેહાણી કાકાનો કાંટો જ કાઢી નાખ્યો.! ભાજપ પર ધાનાણીની ધાણીફૂટ કવિતા

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
રુપાણીને રમતા મુક્યા, મેહાણી કાકાનો કાંટો જ કાઢી નાખ્યો.! ભાજપ પર ધાનાણીની ધાણીફૂટ કવિતા

કોંગ્રેસ નેતા તેમજ અમરેલીના પૂર્વ ધારાસભ્ય  પરેશ ધાનાણી પોતાની સટાયર કવિતા માટે જાણીતા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપમાં આંતરિક અસંતોષ અંગે પરેશ ધાનાણીએ આજે સવારે એક સટાયર કવિતા લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું, “હાલ ‘કમલમ’માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કુ.!”

App Store

આજે એક જ દિવસમાં પરેશ ધાનાણીએ ભાજપ પાર નિશાન તાકતા બીજી સટાયર કવિતા લખી છે, જેમાં વ્યંગ કરતા તેમણે ભાજપના એ નેતાઓના નામ લખ્યા છે જેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કવિતા X પર પોસ્ટ કરી તેમણે લખ્યું છે : 

"હા પાડીને, હેઠા બેસાડયા"

ભીખુસીંહને ભોઠા પાડ્યા,

રંજનબેનને રડાવીયા,

નારણભાઈની નાડ ઢીલી,

ધડૂકના ઢોલ પીટી નાખ્યા,

રુપાણીને રમતા મુક્યા,

મુંજપરાને મરડી નાખ્યા,

ભારતીબેન ભૂંસાઈ ગયા,

કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો

કાંટો જ કાઢી નાખ્યો.!

 

આ કવિતામાં પરેશ ધાનાણીએ ભાજપને એવા નેતાઓના નામનો સમાવેશ કર્યો છે જેમનું નામ લોકસભા ચૂંટણી લડવાની રેસમાં હતું અને બીજા એવા ભાજપ નેતાઓ છે જેઓ સીટિંગ સાંસદ હતા, પણ ભાજપે ફરી વાર લોકસભાની ટિકિટ આપી નથી. જેવા કે ભીખાજી ઠાકોર, રંજનબેન ભટ્ટ, નારણ રાઠવા, રમેશ ધડુક, વિજય રૂપાણી, મહેન્દ્ર મુંજપરા, ભારતીબેન શિયાળ અને કે.સી. પટેલ.