VIDEO: હાઇકોર્ટના આદેશ બાદ કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પોલીસકર્મી સામે ફરિયાદ
સોર્સ : gstv
રાજકોટમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. હાઇકોર્ટના દિશા-નિર્દેશ બાદ રાજકોટ શહેર પોલીસે હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 351(3) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ મુજબ ભગીરથસિંહ ઝાલાએ કારખાનેદાર સ્મિત સખીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. “નોકરી મૂકી દઉં અને 302 કરી નાખું” તેવી ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ભગીરથસિંહે સ્મિત સખીયાને આશરે 35 જેટલા ફોન કોલ કર્યા હોવાનો દાવો છે. 10 જુલાઈએ સ્મિત સખીયાએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. કાર્યવાહી ન થતાં એડવોકેટ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ હતી.

