Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Car overturns near Kherdi: Alcohol suspected

VIDEO: ખેરડી નજીક પૂરઝડપે જતી કાર પલટી: દારૂ હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ ખેરડી ગામ નજીક કારનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પૂરઝડપે જતી કાર થાંભલા સાથે અથડાયા બાદ પલટી મારી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં દારૂ હોવાની સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સામે આવશે.

App Store