VIDEO: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના અધિકારીઓની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાશે
સોર્સ : gstv
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આજે જિલ્લા કલેક્ટર તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજશે. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ, વહીવટી તંત્ર તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાશે. વરસાદ દરમિયાન વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં શુક્રવારે રાત્રિથી શનિવારે સવાર સુધી ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

