VIDEO: ફેસબુક પર મિત્રતા કેળવી ગિફ્ટના નામે 6.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ ગાઝિયાબાદથી ઝડપાઈ
સોર્સ : gstv
રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ગાઝિયાબાદમાંથી ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે. આરોપીઓએ જસદણના એક ખેડૂતને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ઓળખાણ કેળવી હતી. બાદમાં ગિફ્ટ મોકલવાની લાલચ આપી અને કસ્ટમ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી કુલ 6 લાખ 31 હજાર રૂપિયા પડાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 15 બેંક એકાઉન્ટ મારફતે રકમ ટ્રાન્સફર કરાવતા અને ફરીદાબાદમાં એટીએમમાંથી નાણાં ઉપાડતા હતા. ચોંકાવનારી બાબત એ છે કે વાતચીત અને છેતરપિંડીને વધુ વિશ્વસનીય બનાવવા માટે ચેટજીપીટી સહિતના AI ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. હાલ ત્રણેય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

