VIDEO : રાજકોટમાં NEET મુદ્દે AAPનો વિરોધ, પેપરલીક સામે વિદ્યાર્થીઓએ હાથમાં ઝાલમુરી લઈ સરકારને ઘેરી
સોર્સ : GSTV
રાજકોટમાં NEET પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું. કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પેપરલિકના મુદ્દાને લઈને ઝાલમુરી હાથમાં રાખી અને તબીબના કપડા પહેરી પ્રતીકાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ ઉઠાવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે થોડીવાર માટે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

