ધોરાજી: બંધ પ્લાસ્ટિકના કારખાનામાંથી મળી માનવ ખોપડી, પોલીસે સેમ્પલો ફોરેન્સિક લેબમાં મોકલ્યા

રાજકોટના ધોરાજીમાંથી માનવ ખોપડી મળી આવી હતી ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાંથી આ કંકાલ મળી આવ્યું, પ્લાસ્ટિકના કારખાનામાંથી આ ખોપડી મળી આવી હોવાનું સામે આવ્યું છે.
કંકાલ મળી આવવાની જાણ થતાં પોલીસ તંત્ર બંધ કારખાનામાં પહોંચી
આ કંકાલ મળી આવવાની જાણ થતાં પોલીસ તંત્ર બંધ કારખાનામાં પહોંચી હતી. પોલીસે માનવ ખોપડીના મળેલા અવશેષોના સેમ્પલો એકત્રિત કર્યા હતા. ડોગ સ્વોક્ડ સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.
ફોરેન્સિક તપાસમાં મોકલવા માટેની કામગીરી હાથ ધરાઈ
સેમ્પલોને ફોરેન્સિક તપાસમાં મોકલવા માટેની કામગીરી પોલીસ તંત્રે હાથ ધરી છે. તો બીજી તરફ આ ખોપડી મળી છે તે કોની છે, મહિલા છે કે પુરુષ, હત્યા થઈ છે કે કોઈ અહિંયા ફેકી ગયું છે, આ તમામ દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે બંધ કારખાનામાંથી મળી આવેલા માનવકંકાલની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

