Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A man living in a neighborhood in Rajkot murdered a nurse from Ahmedabad,

Rajkot news: રાજકોટમાં પાડોશમાં રહેતા શખ્સે અમદાવાદની નર્સની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 13 May 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: રાજકોટમાં પાડોશમાં રહેતા શખ્સે અમદાવાદની નર્સની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટમાં નર્સની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેના પાડોશમાં રહેતા કાનજી વાંજા નામના શખસે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની છે અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 

App Store

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, મૃતક ચૌલાબેન પટેલની પાછળની શેરીમાં રહેતા 34 વર્ષીય કાનજી વાંજા રાત્રે મહિલાના મકાને આવ્યો હતો. બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરી કરી હતી. પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા આરોપીએ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. 

શા કારણે કરી હત્યા તે હજું આવ્યું નથી સામે

ઉલ્લેખનીય છે કે, મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખ્સ હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની અહીં રાજકોટ બદલી થઈ હતી. પરંતુ પરિવારજનોએ અમદાવાદ રહેવાની વાત કરતા તેમણે બદલી અંગેની વાત કરી હતી.

ટોપિક્સ:rajkotnursemurder