VIDEO: રાજકોટમાં દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે 8 મહિનાની બાળકીનું મોત
સોર્સ : gstv
રાજકોટમાં દૂષિત પાણી અને વધતા રોગચાળાની વચ્ચે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. વાવડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની આઠ મહિનાની બાળકીનું ઝાડા-ઉલટીની ગંભીર તકલીફ બાદ મોત થયું છે. બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું. મૃત બાળકી ઉત્તર પ્રદેશના રાજન ગૌતમની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં તાવ, શરદી, ઝાડા-ઉલટી સહિતના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરીને બાળકો વધુ અસરગ્રસ્ત બનતા ચિંતા વધી છે. સમગ્ર ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

