Rajkot news: જૂથ અથડામણ અને ફાયરિંગના મામલે 5 ઇસમોની ધરપકડ, ફરાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ

સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે પવનચક્કીના ધંધાના વર્ચસ્વને લઈને થયેલા જૂથ અથડામણ અને ફાયરિંગના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ, પવનચક્કીના વ્યવસાય બાબતે ચાલી રહેલી તકરારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
હિંસક અથડામણને પગલે વિસ્તારમાં ભયનો માહોલ
આ હિંસક અથડામણને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે લઘુ ધાંધલ, પ્રતાપ ખાચર, ધ્રુવરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કુલદીપ ખાચર અને તેની ટોળકી હજુ ફરાર છે.

