VIDEO: 3 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી થયું સ્વસ્થ, બે શંકાસ્પદ બાળકો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
સોર્સ : gstv
ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી રાહતના સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સંચાલકોએ દાવો કર્યો છે કે રાજ્યનું સૌથી નાનું, માત્ર ત્રણ મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી સંપૂર્ણપણે સાજું થયું છે. ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામનું આ બાળક 19 જુલાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને હવે આજે તેને રજા આપવામાં આવશે. જોકે, હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક વેન્ટિલેટર પર છે. એક બાળક જુનાગઢ જિલ્લાનો અને બીજો રાજકોટ જિલ્લાનો છે. બંનેના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે....

