‘મારા માટે સમાજ સર્વોપરી’, રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યુ રાજીનામું

ક્ષત્રિયનો વિરોધ થતા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. વિવાદના પગલે રાજ શેખાવતે રાજીનામું આપ્યું છે. ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય તો મારે રાજીનામું આપી દેવું જોઇએ. મારા માટે સમાજ સર્વોપરી છે, જેથી હું રાજીનામું આપુ છું. વીડિયો જાહેર કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આવી ઘટનાનું પુનરાવર્તનના થાય તેવો જવાબ આપવામાં આવશે.મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત ભાજપમાં જોડાયા હતા.
રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું
રાજ શેખાવતે વીડિયો જાહેર કરતા કહ્યું કે, ” આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તેના તર્જ પર જવાબ આપવામાં આવશે. ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ માટે નિમ્ન ટિપ્પણી કરતા પહેલા એક લાખ વખત વિચારે. હું ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપુ છું.”
પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને આપ્યું હતું નિવેદન
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ ઉભો થયો હતો. ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે.ગોંડલમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી અને મંચ પરથી ફરી વાર માફી માંગી હતી અને જયરાજસિંહે અહીંઆ વિવાદનો અંત આવે છે તેવું જાહેર કર્યું હતુ.

