પોરબંદર લોકસભાના ભાજપ-કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો વિરોધ, સ્થાનિક ઉમેદવારની માંગ સાથે લાગ્યા પોસ્ટર

- લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
- પોસ્ટરના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં મનસુખ માંડવીયા વિરુદ્ધ લાગ્યા બેનરો
- મનસુખ માંડવીયાના બેનરોમાં સાથે લલિત વસોયા પણ
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં પણ વિવિધ પક્ષોએ તેમના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. તો બીજી તરફ પક્ષોમાં આંતરીક વિખવાદ પણ સામે આવ્યો છે. જૂથવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતના રાજકારણમાં પણ પોસ્ટર વોરને કારણે ગરમાવો આવ્યો છે.
મનસુખ માંડવીયાના બેનરોમાં સાથે લલિત વસોયા પણ
મળતા અહેવાલ પ્રમાણે ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા અને કોંગ્રેસના નેતા લલિત વસોયાના વિરુદ્ધમાં ઠેર-ઠેર પોસ્ટર્સ લાગ્યા છે. જેમાં લોકલ ઉમેદવારની માંગ સાથેના પોસ્ટરો લાગ્યા છે.
પોસ્ટરના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઠેર -ઠેર લાગેલા પોસ્ટરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે, પોરબંદર લોકસભા માંગે છે સ્થાનિક ઉમેદવાર, પોરબંદર લોકસભામાં નહિ ફાવે આયાતી ઉમેદવાર, મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે એ કોણ? આ માંગ સાથે પોસ્ટરો લાગ્યા છે, જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજું સામે આવ્યું નથી.

